લંકા મીનાર - જાલોન ઉતરપ્રદેશ

જો તમારે ભાઈ-બહેન ને સાથે ફરવા જવું હોય તો આ જગ્યા પર કડક પ્રતિબંધ છે કે ભાઈ-બહેન ને સાથે અહિયાં નહિ આવવું.

: આ મંદિરનું નામ લંકા મીનાર છે. તે રામલીલાની ભૂમિકા ભજવનારા એક વ્યક્તિ દ્વારા બનાવવામા આવ્યુ હતુ.
જો કે દેશમા ઘણા પ્રખ્યાત મંદિરો છે અને ઘણી જગ્યાએ મંદિરોનુ નિર્માણ મીનાર સ્વરૂપે કરવામા આવ્યુ છે. યુપીમા સ્થિત એક મીનાર ખૂબ જ રસપ્રદ છે. અહીં ભાઈ-બહેનોએ એક સાથે મુલાકાત લેવા ઉપર સખત પ્રતિબંધિત છે. તો ચાલો આપણે આનુ કારણ જાણીએ.
આ મીનાર યુપીના જાલોન સ્થિત છે. આને લંકા મીનાર નામ આપવામા આવ્યુ છે. તેની ઊંચાઈ લગભગ ૨૧૦ ફુટ છે. આખા મંદિરમા રાવણ અને તેના પરિવારના સભ્યોના ચિત્રો બનાવામા આવ્યું છે. આ મંદિર મથુરા પ્રસાદ દ્વારા બનાવવામા આવ્યુ હતુ.
આ મંદિરના નિર્માતા મથુરા પ્રસાદ અગાઉ રામલીલામા કામ કરતા હોવાનુ કહેવાય છે. તેમણે ઘણા વર્ષોથી રાવણનુ પાત્ર ભજવ્યુ છે. તેમણે પોતાની કળા જીવંત રાખવા અને રાવણની સ્મૃતિ માટે ૧૮૭૫ મા આ મંદિર બનાવ્યુ હતુ.
આ મીનાર જોવામાં જેટલો મનોહર છે જેટલી તે પોતાની વાર્તાઓ માટે પ્રખ્યાત છે.
એવુ કહેવામા આવે છે કે કોઈ પણ ભાઈ-બહેન આ મીનારમા ક્યારેય સાથે દર્શન નથી કરતા. કારણ કે લંકાના મીનારના નીચેથી ઉપર સુધીના ચઢવામા સાત પરિક્રમા કરવી પડે છે. જ્યારે સાત ચક્કર માત્ર પતિ-પત્નીને લગ્નમા કરે છે. આવી સ્થિતિમા ભાઈ-બહેનને સાથે જવાની છૂટ નથી.
મંદિરના નિર્માણની વાત કરીએ તો તે લગભગ એક લાખ ૭૫ હજાર રૂપિયામા બનાવવામા આવ્યુ છે. આ મીનાર લગભગ ૨૦ વર્ષથી અહીં છે .લંકા મીનાર એ સિપ્લા, અડદની દાળ , શંખ અને કોડીમાંથી બનાવવામા આવ્યો છે.
લંકા મીનારમા ૧૦૦ ફૂટની કુંભકર્ણ અને ૬૫ ફુટ ઉંચી મેઘનાથની મૂર્તિઓ છે.
આ ટાવરની સામે ભગવાન ચિત્રગુપ્ત અને ભગવાન શંકરની પ્રતિમા પણ છે. મંદિર સંકુલમા એક વિશાળ સાપ પણ બનાવવામા આવ્યો છે. તેનુ સ્વરૂપ ખૂબ જ વિકરાળ છે.
You can follow @sharma_Deepak45.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.