લોકો જાણે છે અને કહેવાય પણ છે કે અગ્રણી જૈન સમાજ મોદી અને BJPની ફેવર કરે છે. ઉત્તરપ્રદેશમાં જ્યાં ગુજરાત અને ભારતનાં જૈન સમાજે ત્યાં BJP જીતે તે માટે વિશેષ મહેનત પણ કરી હતી.
ઘણાં મહારાજ સાહેબ જેમ કે નયપદ્મસાગર મહારાજ સાહેબ કે જે જાહેરમાં BJP માટે વોટ માંગતા એ મહારાષ્ટ્રમાં અગ્રણી ન્યૂઝપેપર અને ટીવી ચેનલ્સમાં આવ્યું જ હતું.(અન્ય ઘણાં જૈન મહારાજ સાહેબ જે આવી ખુશામતખોરીથી અને રાજકારણથી દૂર પણ રહેતા હોય છે.) ઉતરપ્રદેશમાં BJPનાં વિજયથી જૈન સમાજ ખુશ પણ છે.
પણ, ગઈકાલે એટલે કે 22-12-2020નાં રોજ ઉત્તરપ્રદેશનાં બાગપતમાં દિગમ્બર જૈન હાઈસ્કુલમાં BJPનાં જ સંગઠન ABVP એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જૈનોનાં શ્રુતદેવીની પ્રતિમા હટાવીને ત્યાં સરસ્વતી દેવીની પ્રતિમા માટે ભારે ધમાલ અને ગુંડાગીરી કરી.
દિગમ્બર જૈન સમાજનાં અગ્રણીએ જાહેર કરેલ પત્રમાં તો ઉલ્લેખ છે કે- "...ABVPનાં ગુંડાઓએ કેમ્પસમાં આવીને તોડફોડ કરી અને ગાલી-ગલોચ કરી વાતાવરણ તંગ કર્યુ. પછી જૂતાનો હાર લઈને જૈન સમાજની આસ્થાનાં પ્રતિક શ્રુતદેવીની પ્રતિમા સુધી લઈને પહોંચી ગયા અને ભદ્દી ભાષા બોલવા લાગ્યા..."
રાજકારણ અને ધર્મકારણનાં કોકટેલમાં બાબરી મસ્જિદ ધ્વંશ જ નહી ઘણાં ખેલ ભારત જોશે એવું દેખાય છે.
लगेगी आग तो आएंगे घर कई ज़द में,
यहां पे सिर्फ हमारा मकान थोड़ी है....
ગઈકાલ સુધી આ આગ દલિત, મુસ્લિમ, અર્બન નક્સલ, ઍન્ટી-નેશનલ વગેરે નાગરીકોનાં ઘર સળગાવી રહેલી, આજે જૈન સુધી પહોંચી છે.
लगेगी आग तो आएंगे घर कई ज़द में,
यहां पे सिर्फ हमारा मकान थोड़ी है....
ગઈકાલ સુધી આ આગ દલિત, મુસ્લિમ, અર્બન નક્સલ, ઍન્ટી-નેશનલ વગેરે નાગરીકોનાં ઘર સળગાવી રહેલી, આજે જૈન સુધી પહોંચી છે.
બીજાને થાય છે આપણે શું? એ માનસીકતા અને એકબીજાને પાયામાંથી ધિક્કાર કરવાના રાજકારણમાંથી ધાર્મિક સંગઠનો અને સાધુસમાજ પણ મુક્ત થાય તો દેશ અને ઈકોનોમી બચશે. બાકી, દરેકનાં સંતાનોનાં નસીબમાં BCCI ચીફ બનવાનું નથી લખ્યું હોતુ.